યુપીમાં સરકારી કર્મચારીઓ અને સરકારી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ આગામી છ મહિના સુધી હડતાળ પર જઈ શકશે નહીં. આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ આદેશ ઉત્તર પ્રદેશ આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1966 ની કલમ 3 ની પેટા કલમ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને જારી કરવામાં આવ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે યુપી સરકાર સાથે સંબંધિત કોઈપણ સેવા, સરકારના નિયંત્રણ અને માલિકી સંબંધિત સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આગામી છ મહિના સુધી કોઈપણ રીતે હડતાળ પર જઈ શકશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે.