ઘણા લોકો નવા વર્ષમાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે ભારતમાં ઘણા પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મંજૂરી આપવામાં આવી છે. તેમાં કેટલાક વિશેષ એક્સપ્રેસ વેના નામ પણ સામેલ છે. આ એક્સપ્રેસ વે તમારી મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ તમારા પ્રવાસનો સમય પણ ઘણી હદ સુધી ઘટાડશે. તો ચાલો જાણીએ 3 વિશેષ એક્સપ્રેસ વેના નામ જે આ વર્ષે ખુલશે.
1. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે
દિલ્હી અને મુંબઈને જોડતો નવો એક્સપ્રેસ વે વાસ્તવમાં દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે, જેનું 82% કામ પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું કે જૂન 2024 સુધીમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના 53માંથી 26 પેકેજ બની ગયા છે. એક્સપ્રેસ વેનું કામ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ 1,386 કિલોમીટરનો હાઇવે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે. તેના લોન્ચિંગ બાદ નવી દિલ્હીથી મુંબઈનું અંતર માત્ર 180 કિલોમીટરનું રહેશે અને લાગતો સમય ઘટીને લગભગ અડધો થઈ જશે.
2. બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવે
દક્ષિણ ભારતમાં બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવે પણ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ખુલી જવાની અપેક્ષા છે. આ 71 કિલોમીટરનો એક્સપ્રેસવે દક્ષિણ ભારતની બે મોટી રાજધાનીઓને જોડશે. તેની કિંમત 17,900 કરોડ રૂપિયા છે. હાલમાં બેંગલુરુથી ચેન્નાઈની મુસાફરીમાં 6 કલાકનો સમય લાગે છે. એક્સપ્રેસ વે ખુલ્યા બાદ આ સમય ઘટીને 3 કલાક થઈ જશે. આ હાઇવે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને જોડશે.
3. દિલ્હી-દહેરાદૂન હાઇવે
દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું પણ સરળ બનશે. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વેનું કામ પૂર્ણતાના આરે છે. આ હાઈવે આગામી 3 મહિનામાં કાર્યરત થઈ શકે છે. હાલમાં દિલ્હીથી દહેરાદૂનનું અંતર 5-6 કલાકનું છે, જે હવે ઘટીને માત્ર 2 કલાક થઈ જશે. 10,000 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર આ હાઇવે દિલ્હીના કાલિંદી કુંજને હરિયાણાના ફરીદાબાદથી પણ જોડશે.