બાબા સિદ્દકીની હત્યા બાદ બોલિવૂડના ‘ભાઈજાન’સલમાન ખાનને એક સપ્તાહ પહેલા ધમકી મળી હતી. ત્યારે હવે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે. જેમાં ધમકી આપનાર શખ્સે માફી માગી લીધી છે.
સલમાનને ધમકી આપનારાઓએ માફી માંગી
મુંબઈ ટ્રાફિક પોલીસના વોટસએપ નંબર ધમકીભર્યો મેસેજ મોકલનાર શખ્સે માફી માગી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ કહ્યું કે, તેણે આ મેસેજ ભૂલથી મોકલ્યો હતો અને તે તેના માટે માફી માંગે છે. હાલમાં પોલીસે આ મેસેજ મોકલનાર વ્યક્તિનું ઝારખંડમાં લોકેશન શોધી કાઢ્યું છે અને તેની શોધમાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ છે.
સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી
બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ ટ્રાફિક પોલીસને એક મેસેજ મળ્યો હતો જેમાં વ્યક્તિએ પોતાને બિશ્નોઈ ગેંગનો સહયોગી ગણાવ્યો હતો. મેસેજમાં વ્યક્તિએ કહ્યું હતું કે તે સલમાન અને લોરેન્સ વચ્ચેનો વિવાદ ઉકેલી શકે છે. તેણે કહ્યું હતું કે જો સલમાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે 5 કરોડ આપવા પડશે, નહીં તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. આ ધમકી મળ્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મુંબઈ પોલીસે વ્યક્તિની તપાસ શરૂ કરી હતી.
મેસેજમાં શું આપવામાં આવી હતી ધમકી?
મેસેજમાં લખવામાં આવ્યું હતું – “તેને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે, તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. મુંબઈ પોલીસે આ મેસેજને ખૂબ ગંભીરતાથી લીધો અને મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો – અનુભવાયા મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ધરતીકંપના આંચકા, હતી આટલી તીવ્રતા