ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. બંને વ્યક્તિઓએ રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે ટાટા ટ્રસ્ટ અને સરકાર વચ્ચેના સહયોગ અંગે ચર્ચા કરી હતી.
સીએમ ફડણવીસે ટ્વિટ કરીને દક્ષિણ મુંબઈમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને આયોજિત બેઠક વિશે માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “અમે વિવિધ પ્રોજેક્ટ્સ, ક્ષેત્રો પર ચર્ચા કરી જ્યાં ટાટા ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર સરકાર રાજ્યના વિકાસને વેગ આપવા માટે સહયોગ કરી શકે છે.”
મુખ્યમંત્રીએ ટાટા ટ્રસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચે મજબૂત અને કાયમી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ટાટાનો આભાર માન્યો હતો. નોએલ ટાટાએ ગયા વર્ષે ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 9 ઓક્ટોબર, 2024ના રોજ તેમના નિધન બાદ તેમણે રતન ટાટાનું સ્થાન લીધું હતું. ટાટા ટ્રસ્ટ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, જે મીઠાથી લઈને સોફ્ટવેર સુધીનું બધું ઉત્પાદન કરે છે.