તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આગમાં 3 મહિલાઓ અને એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ ઘાયલ હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયોમાં બિલ્ડિંગમાંથી આગ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. હાલ ફાયર ટેન્ડરો આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. આગ લાગ્યા બાદ આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. પછી તેણે આખી ઇમારતને ઘેરી લીધી.
ગૂંગળામણને કારણે મૃત્યુ
અગ્નિશામકોના નિવેદન મુજબ, હોસ્પિટલમાં ભરાયેલા ગાઢ ધુમાડાને કારણે પીડિતોનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે રિસેપ્શન એરિયામાં શોર્ટ સર્કિટ થયું હતું. જે બાદ આગ ફાટી નીકળી હતી. હાલમાં 100 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લિફ્ટમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
આગ લાગ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી
જણાવવામાં આવી રહ્યું છે કે આગની માહિતી મળતા ઘણા લોકો ઉપરના માળે દોડી ગયા હતા. આ નાસભાગમાં લોકોના મોત થયા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, આ તે હોસ્પિટલ છે. જ્યાં લોકો મુખ્યત્વે ઓર્થોપેડિક રોગોની સારવાર માટે જાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે.