IIT Madras : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસે શૈક્ષણિક વર્ષ 2024-25 થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા AI અને ડેટા એનાલિટિક્સનો પ્રથમ પ્રકારનો B.Tech કોર્સ શરૂ કર્યો છે. કોર્સમાં 50 બેઠકો હશે. અભ્યાસક્રમમાં પ્રવેશ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) દ્વારા થશે.
IIT મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટીએ જણાવ્યું હતું કે, કોર્સનો ઉદ્દેશ એઆઈ અને ડેટા એનાલિટિક્સના વિવિધ પાસાઓમાં કુશળતા વિકસાવવાનો છે. અભ્યાસક્રમમાં ગણિત, ડેટા સાયન્સ, એઆઈ અને મશીન લર્નિંગ, એપ ડેવલપમેન્ટના ફંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
IIT મદ્રાસે તેના બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech) ડિગ્રી અભ્યાસક્રમમાં સુધારો કર્યો છે. આ કોર્સ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક તકો મેળવવા માટે પ્રોત્સાહિત કરશે. B.Tech માં કુલ ક્રેડિટની સંખ્યા અગાઉના 436 કલાકથી ઘટાડીને 400 કલાક કરવામાં આવી છે.
IIT ગુવાહાટીએ આંત્રપ્રિન્યોરશિપ કોર્સ ગુવાહાટી શરૂ કર્યો
IIT ગુવાહાટીએ આસામ સરકાર સાથે મળીને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કર્યો છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર દેવેન્દ્ર જલીહાલે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રતિભાઓને સશક્ત કરવાનો અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.