Manipur: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની મુલાકાતે છે. મણિપુર પહોંચ્યા બાદ તેઓ પ્રથમ રાહત શિબિરોમાં રહેતા લોકોને મળ્યા હતા. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા સોમવારે સવારે જીરીબામ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. સવારે 3.30 વાગ્યે અજાણ્યા લોકોએ આ વિસ્તારમાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબાર મેઇતેઇ વિસ્તારમાં થયો હતો.
ફાયરિંગની માહિતી મળતા જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓ અને બંદૂકધારીઓ વચ્ચે સવારે સાત વાગ્યા સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા એક વર્ષથી જાતિય હિંસા ચાલી રહી છે.