Pune case: 25 જૂનના રોજ, બોમ્બે હાઈકોર્ટે પુણે કાર અકસ્માતના મુખ્ય આરોપીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો, જે સગીર છે. આ પછી હવે પુણે પોલીસ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહી છે.
પુણેમાં 19 મેના રોજ થયેલ કાર અકસ્માત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય હતો. સગીર કાર ચાલક, જે રિયલ એસ્ટેટ બિઝનેસમેનનો પુત્ર હતો, નશાની હાલતમાં લક્ઝરી કાર ચલાવી રહ્યો હતો. આરોપ છે કે તેણે નશાની હાલતમાં બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર બે યુવકો હતા જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના કલાકોમાં જ તેને જામીન મળી ગયા હતા.
સગીર આરોપીને તે જ દિવસે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે જામીન આપ્યા હતા. તેને તેના માતાપિતા અને દાદાની સંભાળ અને દેખરેખ હેઠળ રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. સજા તરીકે, સગીર આરોપીને માર્ગ સલામતી પર 300 શબ્દોનો નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે આ સમાચાર લોકો સુધી પહોંચ્યા તો લોકોમાં ગુસ્સો જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ. આ પછી પોલીસે જેજેબી સમક્ષ અરજી દાખલ કરીને જામીનના આદેશમાં સુધારો કરવાની માંગ કરી હતી. 22 મેના રોજ બોર્ડે છોકરાની કસ્ટડીનો આદેશ આપ્યો અને તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો.