પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટી હાલ ડૉ. બી.આર. અંબેડકરની પ્રતિમાના અપમાનને લઈને ભારે વિરોધનો સામનો કરી રહી છે.
પંજાબના અમૃતસરમાં 26 જાન્યુઆરીએ 33 ફૂટ ઊંચી અંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના પોલીસ સ્ટેશનની નજીક બની હતી.
આ ઘટના બાદ રાજકીય દળોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ મૂકતા દલિત સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ ઘટનાને દિલ તોડનારી ગણાવી અને પંજાબ સરકારની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા. તેમણે કેજરીવાલને એન્ટી-દલિત ગણી દલિત પ્રતીનિધિત્વ પ્રત્યેની તેની અસમર્થતાના અગાઉના કિસ્સાઓ પણ ઉઠાવ્યા. BJPએ AAPના દલિત સમર્થનની દાવાને નકલી ગણાવ્યા.
આ મુદ્દે આપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. દિલ્હી BJPના અધ્યક્ષ વિરેનદ્ર સચદેવા અને અન્ય નેતાઓએ કેજરીવાલના નિવાસ નજીક વિરોધ દર્શાવ્યો અને તેની રાજીનામાની માંગણી કરી. BJPએ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, કેજરીવાલ સિંહાનુભૂતિ મેળવવા માટે પોતે જ પોતાને નિશાન બનાવી શકે છે.
આ મુદ્દે કોંગ્રેસ પણ BJP સાથે સંમત જોવા મળી. પંજાબના કોંગ્રેસ નેતાઓ સાંસદ ગુર્જીત સિંહ ઔજલા અને સિનિયર નેતા રાજકુમાર વર્કાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કડક શબ્દોમાં આ ઘટના નીંદનીય ગણાવી. તેમણે આ માટે તપાસની માંગણી કરી અને ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોનું રક્ષણ કરવાની અપીલ કરી.
AAP સરકાર હવે તમામ બાજુઓથી દબાણમાં છે. વિરોધ પક્ષોએ તેમનું દલિત સમુદાય પ્રત્યેનું વલણ અને કાયદો-વ્યવસ્થાની નિષ્ઠાને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંજાબમાં અનેક દલિત સંગઠનોએ આ ઘટના વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો છે અને આરોપીઓ પર ત્વરિત કાર્યવાહી તેમજ રાજ્યભરમાં ડૉ. અંબેડકરની તમામ પ્રતિમાઓની સુરક્ષાની માંગણી કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કેજરીવાલ પર ખાલિસ્તાની તત્વો સાથે જોડાણનો આરોપ મુક્યો છે. હવે મુદ્દે રાજનીતિ ગરમાઈ છે.
વિપક્ષ સતત AAPની કાયદો-વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાને અને દલિત સમુદાય પ્રત્યેની સાચી લાગણીઓને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે. રાજ્યભરમાં આક્રોશ વધતો જાય છે અને લોકો આ સુનિશ્ચિત કરવા માંગે છે કે આવો બનાવ ફરીથી ન બને.