વિશ્વની સૌથી મોટી ધાર્મિક ઘટના મહા કુંભનો આજે પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે પ્રારંભ થયો છે. 13મી જાન્યુઆરીના દિવસે જ લાખો શ્રધ્ધાળુઓ પવિત્ર ત્રિવેણીમાં આસ્થાના દર્શન કરવા પહોંચ્યા હતા. દરમિયાન, હવામાન વિભાગે મહા કુંભને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 13,14,15 અને 16 જાન્યુઆરી માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
IMD લખનૌ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ વિસ્તારને લઈને જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે 13 જાન્યુઆરીએ પ્રયાગરાજનું મહત્તમ તાપમાન 19-21 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10-12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે, 13 જાન્યુઆરી, સોમવારે મોડી રાત્રિ દરમિયાન કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસની શક્યતા છે. આ સિવાય 14 જાન્યુઆરીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આ દિવસે મહત્તમ તાપમાન 19-21 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 09-11 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સાથે મોડી રાત્રે અને સવારના સમયે આ વિસ્તારમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ રહેશે. આ સમયગાળા દરમિયાન વિઝિબિલિટી 50-200 મીટર રહેવાની શક્યતા છે.
ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટશે
આ સિવાય 15 જાન્યુઆરીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે 15 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 19-21 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 09-11 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સાથે મોડી રાત્રે અને સવારના સમયે આ વિસ્તારમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ રહેશે. આ સમયગાળા દરમિયાન વિઝિબિલિટી 50-200 મીટર રહેવાની શક્યતા છે. તેવી જ રીતે, 16 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 19-21 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 09-11 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સાથે મોડી રાત્રે અને સવારના સમયે આ વિસ્તારમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ રહેશે. આ સમયગાળા દરમિયાન વિઝિબિલિટી 50-200 મીટર રહેવાની શક્યતા છે. હવામાનમાં આવેલા બદલાવને જોતા અહીં આવતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.