Prajwal Revanna Case: કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. અનેક મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓ વધી રહી છે. તેની સામે બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, પ્રજ્વલ રેવન્ના અને તેના પિતા એચડી રેવન્ના વિરુદ્ધ ફરી એકવાર લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. ગૃહમંત્રી પરમેશ્વરે પોતે આ માહિતી આપી હતી. દરમિયાન સીએમ સિદ્ધારમૈયાએ આ મામલે SIT અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અધિકારીઓને તપાસ ઝડપી બનાવવા સૂચના આપી હતી.
ગૃહમંત્રી પરમેશ્વરાએ કહ્યું, ‘અમે એચડી રેવન્ના અને પ્રજ્વલ રેવન્ના બંને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. અમે એચડી રેવન્નાને લુકઆઉટ નોટિસ જારી કરી હતી કારણ કે તે વિદેશ જવાની યોજના બનાવી શકે છે. પરંતુ બીજી નોટિસ ગઈકાલે આપવામાં આવી હતી. નોટિસનો જવાબ આપવા માટે તેમની પાસે આજે સાંજ સુધીનો સમય છે.
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે, ‘રેવન્નાએ મૈસૂર અપહરણ કેસમાં જામીન માટે પણ અરજી કરી છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.