Prime Minister Narendra Modi
PM Modi:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે પોલેન્ડની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે. પોલેન્ડ પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘હું પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડાને મળવા માટે ઉત્સુક છું. હું પોલેન્ડમાં હાજર ભારતીય સમુદાયના લોકોને પણ મળીશ. પોલેન્ડથી હું યુક્રેનની મુલાકાત લઈશ અને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળીશ.
Prime Minister Narendra Modi, Russia-Ukraine War, Poland,
45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની પ્રથમ મુલાકાત
છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘વડાપ્રધાનની આ મુલાકાત પોલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષના સ્મરણાર્થે થઈ રહી છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં ભારતનું મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયા-યુક્રેન યુદ્ધ, પોલેન્ડ
PM Modi
પીએમ મોદી યુક્રેનની પણ મુલાકાત લેશે
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પોલેન્ડથી યુક્રેનની રાજધાની કિવ જશે. ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ યુક્રેનની મુલાકાત છે. પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ ઝેલેન્સકી સાથે યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે વાત કરશે. તેમણે એમ પણ કહ્યું કે અમને આશા છે કે યુક્રેનમાં ટૂંક સમયમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ અંગેના તેમના વિઝનને શેર કરવા માટે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરવા આતુર છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાતે છે. News in Gujarati