પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારત તેમની અસાધારણ સિદ્ધિઓનું સન્માન અને ઉજવણી કરવામાં ગર્વ અનુભવે છે. તમને જણાવી દઈએ કે કુલ ૧૩૯ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સાત પદ્મ વિભૂષણ, ૧૯ પદ્મ ભૂષણ અને ૧૧૩ પદ્મશ્રીનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર અભિનંદન
પીએમ મોદીએ તેમની એક પોસ્ટમાં લખ્યું, બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન! ભારત તેમની અસાધારણ સિદ્ધિઓનું સન્માન અને ઉજવણી કરવામાં ગર્વ અનુભવે છે. તેમનું સમર્પણ અને દ્રઢતા ખરેખર પ્રેરણાદાયક છે. દરેક પુરસ્કાર વિજેતા સખત મહેનત, જુસ્સા અને નવીનતાનો પર્યાય છે જેણે અસંખ્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે. તેઓ આપણને નિઃસ્વાર્થપણે પ્રયત્નો કરવાનું અને સમાજની સેવા કરવાનું મૂલ્ય શીખવે છે.
Congratulations to all the Padma awardees! India is proud to honour and celebrate their extraordinary achievements. Their dedication and perseverance are truly motivating. Each awardee is synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless…
— Narendra Modi (@narendramodi) January 25, 2025
કોને મળ્યું સન્માન?
જાહેર કરાયેલી યાદીમાં 23 મહિલા પુરસ્કાર વિજેતાઓ અને 13 મરણોત્તર પુરસ્કારોનો સમાવેશ થાય છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોમાં શારદા સિંહા, પંકજ ઉધાસ અને અરિજિત સિંહને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જ્યારે સુઝુકીના ભૂતપૂર્વ વડા ઓસામુ સુઝુકી અને પ્રખ્યાત લેખક એમ. ટી. વાસુદેવન નાયરને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે.
बहुप्रतिष्ठित पद्म पुरस्कार-2025 के अंतर्गत 'पद्म भूषण' सम्मान हेतु घोषित हुईं उत्तर प्रदेश की विभूतियों श्री राम बहादुर राय जी एवं साध्वी ऋतम्भरा जी तथा 'पद्म श्री' सम्मान हेतु घोषित विभूतियों श्री आशुतोष शर्मा जी, श्री गणेश्वर शास्त्री द्रविड़ जी, श्री हृदय नारायण दीक्षित जी,…
— Yogi Adityanath (@myogiadityanath) January 25, 2025
યોગી આદિત્યનાથે અભિનંદન પાઠવ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં પદ્મ પુરસ્કાર-2025 થી સન્માનિત ઉત્તર પ્રદેશના વ્યક્તિત્વોને અભિનંદન આપવામાં આવ્યા છે.