NEET-UG 2024
NEET-UG: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અંડરગ્રેજ્યુએટ (NEET-UG) 2024 માટે કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. સોમવારે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર કાઉન્સેલિંગ માટે નોંધણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે.
ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ 15 ટકા આરક્ષણ
NMC સેક્રેટરી ડૉ. બી. શ્રીનિવાસે કહ્યું કે, દેશભરની લગભગ 710 મેડિકલ કોલેજોમાં લગભગ 1.10 લાખ એમબીબીએસ સીટોની ફાળવણી માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે. ઉપરાંત, આયુષ અને નર્સિંગ બેઠકો તેમજ 21,000 BDS બેઠકો માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે. MCC 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા સીટો, તમામ AIIMS, JIPMER પોંડિચેરી, તમામ સેન્ટ્રલ યુનિવર્સિટી સીટો અને 100 ટકા ડીમ્ડ યુનિવર્સિટી સીટો માટે કાઉન્સેલિંગ કરશે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કાઉન્સેલિંગ સંબંધિત સમાચાર અને સૂચનાઓ માટે MCC વેબસાઇટની મુલાકાત લેતા રહે. NEET-UG નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ સંબંધિત પરીક્ષા NEET-UG ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
NEET-UG પરીક્ષા સંદર્ભે ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી
નોંધનીય છે કે 5 મેના રોજ યોજાયેલ NEET-UGનું પરિણામ લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આ પરીક્ષાને લઈને અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવા અને પરીક્ષાને લગતી અન્ય ગેરરીતિઓ પણ સામે આવી હતી.
વિવાદ વધતાં NTAએ 1,563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્કસ રદ કર્યા હતા. ઉપરાંત, તેઓને પછીથી ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી. NEET-UG આ વિદ્યાર્થીઓની પરીક્ષા 23 જૂને લેવામાં આવી હતી અને તેમના નવા પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિઓના આક્ષેપો સહિત અનેક અરજીઓનો નિકાલ કર્યો છે.
Delhi News : MCDની મોટી કાર્યવાહી, આ રીતે ચાલી રહેલી દ્રિષ્ટિ IAS કરાઈ સીલ