National Monsoon Update
Monsoon Update: દેશના અનેક ભાગોમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક જિલ્લાઓમાં નદીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વરસાદી માહોલ જારી રહેશે. દરમિયાન, IMD એ આજે 23 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ રહેશે
ભારે વરસાદ અને ભૂસ્ખલનનો સામનો કરી રહેલા ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ ચાલુ રહેશે. Monsoon Update હવામાન વિભાગે દેહરાદૂન, પૌરી, ઉધમ સિંહ નગર અને નૈનીતાલના ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 17 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદથી રાહત મળી છે.
ઉત્તર પ્રદેશમાં ગામડાઓ ડૂબી ગયા
ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. 4 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. Monsoon Update શાહજહાંપુર અને લખીમપુરમાં સ્થિતિ વધુ ગંભીર છે. જ્યારે સિદ્ધાર્થનગરના કુન્હરા અને મહારાજગંજમાં નદીઓ વહેતી થઈ છે. રાજ્યના કુલ 17 જિલ્લા પૂરની ઝપેટમાં છે અને 97 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. કેટલાક હાઇવે પણ પ્રભાવિત થયા છે.
મુંબઈમાં વરસાદ ચાલુ છે
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વરસાદ અટકવાનું નામ લેતું નથી. Monsoon Update ઘણા રસ્તાઓ હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
- હવામાન વિભાગે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ-આંતરિક કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે અહીં ભારે વરસાદની સંભાવના છે.
- આ સાથે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ, ઓડિશા, નાગાલેન્ડ, ગુજરાત, કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં વીજળી પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ અને બિહાર સહિત ગુજરાતમાં વીજળી પડી શકે છે.