Today’s National News
Mangalore Police : મેંગલુરુ સિટી પોલીસે બુધવારે સિટી જેલમાં મોટી કાર્યવાહી કરી હતી. વાસ્તવમાં મેંગલુરુ શહેર પોલીસ કમિશનરના નેતૃત્વમાં પોલીસે મેંગલુરુ સિટી જેલના બેરેકમાં અચાનક દરોડો પાડ્યો હતો.
દરોડા અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું કે, સવારે 4 વાગ્યે શરૂ થયેલા આ ઓપરેશનમાં 2 DCP, 3 ACP, 15 PI અને લગભગ 150 પોલીસકર્મીઓ સામેલ હતા.
Mangalore Police જેલ બ્લોકમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા
જેલના તમામ બ્લોકમાં એક સાથે દરોડા પાડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી. આ દરોડાની કોઈને જાણ થવા દેવામાં આવી ન હતી કારણ કે પોલીસ તેને છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવા માંગતી હતી.
પોલીસે જંગી જથ્થો ગેરકાયદેસરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
સિટી જેલની બેરેકમાં સર્ચ દરમિયાન પોલીસે 25 મોબાઈલ ફોન, 1 બ્લૂટૂથ, 5 ઈયરફોન, 1 પેન ડ્રાઈવ, 5 ચાર્જર, 1 સિઝર, 3 કેબલ અને ગાંજા અને અન્ય નશીલા પદાર્થોના અનેક પેકેટો જપ્ત કર્યા હતા. જેલની અંદર સુરક્ષા જાળવવા અને ગેરકાયદે પ્રવૃતિઓને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
Calcutta High Court: હાઈકોર્ટના નવ એડિશનલ જજોનો કાર્યકાળ એક વર્ષ વધારવાની ભલામણ, આ નામો કરાયા સામેલ