મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. બુધવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય નિરીક્ષકો નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠક માટે મુંબઈ પહોંચશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. તેમને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવશે. 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે.
દેવેન્દ્ર ત્રીજી વખત સીએમ તરીકે શપથ લેશે
ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો, સાધુઓ, કલાકારો અને લેખકોને પણ બોલાવવામાં આવ્યા છે.