મૌની અમાવસ્યાના અવસર પર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા પરંતુ રાત્રે નાસભાગ મચી ગઈ હતી. મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમણે સીએમ યોગી સાથે વાત કરી છે અને તેઓ સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.
પીએમ મોદીએ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…
— Narendra Modi (@narendramodi) January 29, 2025