CM ભૂપેન્દ્ર પટેલનો મમતા બેનર્જી પર પ્રહાર,: પશ્ચિમ બંગાળના કોલકતામાં આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલિમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટ 2024ના રોજ બનેલી આ ઘટનાના પડઘ સમગ્ર દેશમાં પડ્યા હતા. તબીબો દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને હડતાળ કરાઈ હતી. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ.બંગાળના મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં ગુજરાતમાં દુષ્કર્મ અને પોસ્કો કેસના ચૂકાદાના ઉદાહર ટાંકીને કહ્યું છેકે, મમતા દીદી વાતો નહી પરંતુ કાર્યવાહીની જરૂર છે.
CM ભૂપેન્દ્ર પટેલનો મમતા બેનર્જી પર પ્રહાર,
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઈ મમતા બેનર્જીને કડક કાયદા બનાવવા અને મેડિકલ સ્ટુડન્ટ સાથે રેપ કેસના આરોપીઓ સામે કડક પગલાં લેવા અપીલ કરી હતી. તેમણે સુરત પાંડેસરા પોક્સો કેસ: 10 દિવસમાં ચાર્જશીટ દાખલ, બળાત્કારીને 22 દિવસમાં ફાંસીની સજા અને પુણા પોલીસ સ્ટેશન કેસઃ બળાત્કારીને માત્ર 32 દિવસમાં ફાંસીની સજા જેવા દાખલાઓ પણ આપ્યા. માત્ર બળાત્કારના કેસમાં જ નહીં, પરંતુ 22 વર્ષની પુત્રીની હત્યામાં પણ ગુજરાત પોલીસે 9 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી, અને હત્યારાને ફાંસીની સજા સાથે 75 દિવસમાં ન્યાય આપ્યો.
ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભાવનગર પોક્સો કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ અને 52 દિવસમાં ન્યાય મળ્યો. આ ઉપરાંત પીછો કરવો અને સતામણીના કેસમાં ગુનેગારોને 5 વર્ષની સજા.
તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા એ મૂળભૂત માનવ અધિકાર છે, રાજકીય મુદ્દો નથી. આપણે તાકીદ, પારદર્શિતા અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવું જોઈએ. ચાલો સુનિશ્ચિત કરીએ કે આપણી માતાઓ, પુત્રીઓ અને બહેનો ભય વિના જીવે. વધુ વિલંબ નહીં, વધુ બહાના નહીં-ફક્ત તાત્કાલિક પગલાં અને જવાબદારી.