National News
Kedarnath Cloudburst : પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે નુકસાન થયું છે. બંને રાજ્યોમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ છે. ઉત્તરાખંડમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ચારધામ યાત્રાના રૂટ પર અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા હોવાની આશંકા છે.
Kedarnath Cloudburst
ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ અને ભીંબલીમાં વાદળ ફાટવાના કારણે પૂર જેવી સ્થિતિ છે.Kedarnath Cloudburst મોટી સંખ્યામાં યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. સમગ્ર ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક અત્યંત જોખમી હોવાનું કહેવાય છે.
વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ બાદ એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સહિતની ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી છે. કેદારનાથમાં ફસાયેલા 150 થી 200 શ્રદ્ધાળુઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.