કર્ણાટકમાં MUDA કૌભાંડ મામલે સીએમ સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી રહી છે. લોકાયુક્ત પોલીસે શુક્રવારે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાઇટ એલોટમેન્ટ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે. અગાઉ, બુધવારે બેંગલુરુની વિશેષ અદાલતે આ કેસમાં સિદ્ધારમૈયા સામે લોકાયુક્ત પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો.
કર્ણાટકમાં MUDA કૌભાંડ મામલે સીએમ સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી રહી છે. લોકાયુક્ત પોલીસે શુક્રવારે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાઇટ એલોટમેન્ટ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
બેંગલુરુની એક વિશેષ અદાલતે બુધવારે આ કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ લોકાયુકત પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો, જેનાથી તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટેનો આધાર તૈયાર કરવામાં આવ્યો હતો. અગાઉ, હાઈકોર્ટે એક આદેશમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસને મંજૂરી આપવાના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના નિર્ણયને યથાવત રાખ્યો હતો.