Live Jharkhand Rail Accident
Jharkhand Rail Accident: ઝારખંડના ચક્રધરપુરમાં મંગળવારે વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે, Jharkhand Rail Accident જ્યારે 150થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ મુસાફરોને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં અને ચક્રધરપુરની આસપાસની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
ઝારખંડ હેલ્પલાઇન નંબર
- ટાટાનગર: 06572290324
- ચક્રધરપુર: 06587 238072
- રાઉરકેલા: 06612501072, 06612500244
- હાવડા: 9433357920, 03326382217
મુંબઈ હેલ્પલાઈન નંબર
- csmt સ્ટેશન
- પી એન્ડ ટી 022-22694040
- દાદર: 9136452387
- કલ્યાણ: 8356848078
- થાણે: 9321336747
કેવી રીતે થયો અકસ્માત?
કહેવામાં આવી રહ્યું છે કે અહીં બે દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેની વેગન હજુ પણ પાટા પર હતી. મુંબઈ મેલ એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી આવી રહી હતી અને ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ 18 બોગી પાટા પરથી પલટી ગઈ હતી. Jharkhand Rail Accident ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન નજીક પોલ નંબર 219 પાસે થયો હતો. અકસ્માત બાદ હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
હાવડાથી મુંબઈ જતી ટ્રેન સોમવારે રાત્રે 11:02 વાગ્યાને બદલે 02:37 વાગ્યે ટાટાનગર પહોંચી હતી. અહીં બે મિનિટના થોભ્યા પછી, તે આગલા સ્ટેશન ચક્રધરપુર માટે રવાના થઈ, પરંતુ તે તેના આગલા સ્ટેશન પર પહોંચે તે પહેલાં, ટ્રેન 03:45 વાગ્યે બારાબામ્બો રેલવે સ્ટેશન નજીક અકસ્માતનો ભોગ બની.