Teachers Day 2024 Wishes
Happy Teachers Day Messages in Gujarati: ભારત દેશમાં શિક્ષકોનું ઘણું સન્માન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં માતા પછી ગુરુનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે, જે રીતે માતા તેના બાળકોનું પાલનપોષણ કરે છે. એ જ રીતે શિક્ષકો બાળકોને ઘડતર અને સશક્ત કરવાનું કામ કરે છે.
ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ (Teachers Day 2024)ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ખાસ દિવસે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ગુરુને શુભેચ્છાઓ આપતા હોય છે. જો તમે પણ તમારા શિક્ષકને શુભેચ્છા પાઠવવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક મેસેજ લઈને આવ્યા છીએ.
ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ, જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક
શિક્ષક દિવસની શુભેચ્છા
શિક્ષક દિવસનો ઇતિહાસ – Teachers Day History
શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બર તારીખે ઉજવાય છે. શિક્ષક દિવસ એટલે આપણા શિક્ષક પ્રત્યે માન -સમ્માન કૃજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમના યોગદાન મહત્વને સમજવાનો દિવસ છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ શિક્ષક દિવસ (Techers Day Celebration) તરીકે ઉજવાય છે. તેમણે 40 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં તેઓ બહુ પ્રિય શિક્ષક હતા. ભારતમાં વર્ષ 1962થી 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઇ છે.
શિક્ષક દિવસની શુભેચ્છાઓ – Teachers Day Messages in Gujarati
એક ટકા અધિકાર વગર સો ટકા જવાબદારીવાળી પદવી આજે કોઈ ધરાવતુ હોય તો તે શિક્ષક છે.
ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ પર શિક્ષક દિવસ નિમિતે આપ સૌને હાર્દિક શુભકામના.
Happy Teachers Day
શિ – શિસ્ત,
ક્ષ – ક્ષમા,
ક – કરુણા,
શિક્ષક દિવસની શુભકામના
ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગૂ પાય।
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય।।
શિક્ષક દિવસ 2024ની શુભકામનાઓ!
માતા આપે છે જીવન, પિતા આપે છે સુરક્ષા,
પણ શિક્ષક શીખવે છે કે કેવી રીતે જીવવું.
શિક્ષક દિવસ 2024ની શુભેચ્છાઓ
શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી
ગુરુના આશીર્વાદ મળે,
આનાથી મોટું કોઈ સન્માન નથી!
શિક્ષક દિવસ 2024ની શુભકામનાઓ! (Teachers Day Quotes in Gujarati )
મારા જેવા શૂન્યને ‘શૂન્ય’
નું જ્ઞાન શીખવ્યું.
દરેક અંક સાથે ‘શૂન્ય’
જોડવાનું મહત્વ સમજાવ્યું
શિક્ષક દિવસની શુભકામનાઓ!
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે
ગુરુ બિન મિટે ના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે
ભલે વાંચો ચારો વેદ
શિક્ષક દિવસની શુભકામના (Teachers Day Wishes in Gujarati)
શિક્ષક અને સડક બંને એક સમાન હોય છે પોતે ત્યાંના ત્યાં જ રહે છે અને બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડે છે.
શિક્ષક દિવસની શુભકામના
ગુરુ તારી કૃપાનો કેવી રીતે ચૂકવી શકું હું મોલ?
ભલે લાખોની સંપત્તિ હોય, શિક્ષક છે મારા અમૂલ્ય.
હેપી ટીચર્સ ડે
અક્ષરો આપણને શીખવે છે, શબ્દોનો અર્થ જણાવે છે
ક્યારેક પ્રેમથી, ક્યારેક નિંદાથી, જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે.
શિક્ષક દિવસ 2024ની શુભેચ્છાઓ
હૃદય જ્ઞાનનો ભંડાર છે, આપણને ભવિષ્ય માટે તૈયાર કર્યો.
અમે એ ગુરુના આભારી છીએ, જેમણે અમને વિશ્વ માટે તૈયાર કર્યા.
હેપી ટીચર્સ ડે
તમે મારા જીવનની પ્રેરણા છો,
તમે હંમેશા મને સત્ય
અને શિસ્તનો પાઠ ભણાવ્યો છે
શિક્ષક દિવસની શુભકામનાઓ!
આ પણ વાંચો – Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજાએ રાજકારણમાં એન્ટ્રી મારી, પત્ની રીવાબાએ શેર કર્યો ફોટો