Gujarat Lok Sabha Election Result 2024: જામનગરના સાંસદ કોણ? તેનો ફેંસલો આગામી ત્રણ ચાર કલાકમાં થઈ જશે. જામનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 14 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જામનગર હરિયા કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગર લોકસભા બેઠકની
જામનગર બેઠક પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે.જામનગર લોકસભા બેઠક પર 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે જામનગરમાં 57.67 ટકા મતદાન થયું હતું. ભાજપના પૂનમ માડમની સામે આ વખતે કોંગ્રેસે જે.પી મારવિયાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની આગ જામનગર સુધી પહોંચી હતી. ઘણા સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જામનગરમાં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. એવામાં જામનગરની બેઠક આ વખતે ઘણી ચર્ચામાં રહી હતી.
પૂનમબેન માડમને મળશે જનતાના આશીર્વાદ?
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (parsotam rupala) ના એક નિવેદનથી ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈ ગયો હતો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આંદોલનો કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા મહાઅસ્મિતા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ રહ્યો હતો, છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ક્ષત્રિય સમાજે ધર્મરથ ફેરવીને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. શરૂઆતમાં આ વિરોધ રાજકોટ સુધી સીમિત હતો, બાદમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ થવા લાગ્યો હતો.
હાઈકમાન્ડને કરાઈ હતી રજૂઆત
આ તકનો લાભ ઉઠાવીને ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું. લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા નેતાઓને ઘરેભેગા કરવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે સ્પષ્ટ થઈ જશે કે પૂનમબેન માડમનો વિજય થાય છે કે પરાજય….
જામનગરમાં કુલ કેટલા મતદારો?
જામનગર લોકસભા મતવિસ્તાર એ ગુજરાતના 26 લોકસભા મતવિસ્તારો પૈકીનો એક છે . જામનગર લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે – કાલાવડ (અનુસૂચિત જાતિ), જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા. જામનગર જિલ્લાની અંદાજિત વસ્તી 25,16,000 છે, જેમાંથી 6,68,000 શહેરી વિસ્તારોમાં રહે છે. જેમાં પુરૂષોની કુલ સંખ્યા 12,97,811 અને મહિલાઓની સંખ્યા 12,18,296 છે. આ વિસ્તારમાં હિંદુઓ અંદાજે 21,08,804 (83.81), મુસ્લિમો 373,674 (14.85) અને જૈનો 21,963 છે.