G7 summit 2024: ઈટાલીમાં G7 શિખર સંમેલનનું ખૂબ જ ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, બ્રાઝિલ અને જોર્ડનના નેતાઓ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સહિત ઘણા નેતાઓ સાથે વાત કરી અને ફોટો પણ પડાવ્યો.
પીએમ મોદીએ X પર ઈટાલીનો ફોટો શેર કર્યો છે. “ઇટલીમાં વાટાઘાટો ચાલુ છે… રાષ્ટ્રપતિ @LulaOfficial, રાષ્ટ્રપતિ @RTERdogan અને હિઝ હાઇનેસ શેખ @MohamedBinZayed સાથે ખૂબ સારી વાતચીત થઈ,” તેમણે લખ્યું.
PM મોદી 5મી વખત G7 સમિટમાં પહોંચ્યા
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને ઈટાલીના અપુલિયા વિસ્તારમાં જી7 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યોર્જિયા મેલોનીએ 50મી G7 સમિટમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનક, યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત અન્ય વૈશ્વિક નેતાઓનું પણ સ્વાગત કર્યું હતું.
The interactions in Italy continue…
Delightful conversation with President @LulaOficial, President @RTErdogan and His Highness Sheikh @MohamedBinZayed. pic.twitter.com/4FwdGuSw5U
— Narendra Modi (@narendramodi) June 14, 2024
પીએમ મોદીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને યુએસ પ્રમુખ જો બિડેન અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે Fumio Kishida સાથે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ વિશે વિસ્તૃત ચર્ચા કરી. G7 સમિટમાં ભારતની આ 11મી અને પીએમ મોદીની સતત પાંચમી ભાગીદારી હતી.