Malaysia Airlines: હૈદરાબાદથી મલેશિયા જઈ રહેલી ફ્લાઈટનું એન્જિન ફેલ થવાનો મામલો સામે આવ્યો છે, જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. બાદમાં કહેવામાં આવ્યું કે પ્લેનના એન્જિનમાં ટેક્નિકલ ખામીના કારણે તેને હૈદરાબાદમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી મલેશિયાના કુઆલાલંપુર જઈ રહી હતી. પરંતુ ફલાઈટ હૈદરાબાદથી ટેકઓફ થતા જ તેના એન્જિનમાંથી તણખા નીકળવા લાગ્યા. આવી ટેકનિકલ ખામી ધ્યાનમાં આવ્યા બાદ પ્લેનને હૈદરાબાદ એરપોર્ટ પર જ પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું.
ફ્લાઈટમાંથી તણખા નીકળવા લાગ્યા
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટ નંબર MH-199માં 138 મુસાફરો સવાર હતા. ફ્લાઇટ 12.15 વાગ્યે ટેકઓફ થવાની હતી, પરંતુ કોઈક રીતે તે 12.45 સુધી ટેકઓફ થઈ શકી. ઉડાન ભર્યાના થોડા સમય બાદ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના પછી એન્જિનની આસપાસ સ્પાર્ક જોવા મળ્યા બાદ ફ્લાઈટને હૈદરાબાદમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટેક્નિકલ પ્રોબ્લેમ બાદ પ્લેન પરત ફર્યું હતું
આ મામલે મલેશિયા એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, ’20 જૂન, 2024ના રોજ હૈદરાબાદથી કુઆલાલંપુર જતી ફ્લાઈટ MH199 ટેકઓફ બાદ ચઢાણ દરમિયાન એન્જિનમાં ખામી સર્જાતાં હૈદરાબાદ પરત ફરી હતી સ્થાનિક સમય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા; બધા મુસાફરો અને ક્રૂ સલામત રીતે નીચે ઉતર્યા. અસરગ્રસ્ત મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે અન્ય ફ્લાઇટ્સ પર ફરીથી ફાળવવામાં આવશે. વધુ તપાસ માટે વિમાન હજુ પણ જમીન પર રાખવામાં આવ્યું છે. મલેશિયા એરલાઇન્સ માટે સલામતી અત્યંત મહત્વની છે.