છેલ્લા કેટલાક દિવસોમાં સરહદ પર પાકિસ્તાની બાજુથી ગોળીબારની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આને ધ્યાનમાં રાખીને, આજે ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે ફ્લેગ મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ચાકા દા બાગ પોઈન્ટ પર ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે ફ્લેગ મીટિંગ થશે.
સૂત્રોનું કહેવું છે કે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી તાજેતરમાં થયેલા ગોળીબારની ઘટનાઓ બાદ આ ફ્લેગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે સેના સખત વિરોધ નોંધાવી શકે છે.
ગુલપુરમાં 18 રાઉન્ડ ફાયરિંગ થયું
તાજેતરમાં 16 ફેબ્રુઆરીના રોજ જ, ભારતીય સરહદ પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટના નોંધાઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ગોળીબાર કર્યો. રાવલકોટ સ્થિત ચિરિકોટ 2 POJK બ્રિગેડની 24 AK બટાલિયનના જવાનોએ ગુલપુર ખાતે સ્થિત ભારતીય સખ્ેર આર્મીના FDL-5 JKLI પર નાના હથિયારોથી 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે, ભારતીય સેનાએ આ ઉશ્કેરણીનો ઝડપી અને મજબૂત જવાબ આપ્યો.
બટ્ટલમાં ફાયરિંગમાં જવાન ઘાયલ
આ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટર નજીક નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાનો એક સૈનિક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બટ્ટલ વિસ્તારમાં એક ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત એક સૈનિક સાથે બની હતી. સરહદ પારથી ગોળી વાગવાથી સૈનિક ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.