મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નાંદેડ ઉત્તર શહેર, હદગાંવ અને અર્ધાપુર તાલુકાના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે 6.52 કલાકે આવ્યો હતો. જોકે તેની તીવ્રતા ઓછી હતી, પરંતુ કોઈને નુકસાન થયું ન હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે જિલ્લામાં ક્યાંય પણ જાનમાલનું નુકસાન થયું નથી.
ભૂકંપનું કેન્દ્ર અહીં નોંધાયું હતું
ભૂકંપનું કેન્દ્ર નાંદેડ શહેરથી 29 કિમી ઉત્તર-પૂર્વમાં હદગાંવ તાલુકાના સાવરગાંવ ગામમાં હતું. જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારી કિશોર કુર્હેએ જણાવ્યું કે આ આંચકાને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી તેવી પ્રાથમિક માહિતી મળી છે. સત્તાવાર અહેવાલ મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધવામાં આવી છે.
હિંગોલીમાં પણ ભૂકંપ આવ્યો હતો
અગાઉ આ વર્ષે જુલાઈમાં મહારાષ્ટ્રના હિંગોલીમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 7.14 વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
નાંદેડ સિસ્મિક ઝોન-2માં છે
તમને જણાવી દઈએ કે નાંદેડ ભારતના સિસ્મિક મેપ પર ઝોન II માં આવેલું છે, જ્યાં ભૂકંપની સંભાવના સૌથી ઓછી માનવામાં આવે છે. આ શહેર મહારાષ્ટ્રના મરાઠવાડા વિભાગમાં ગોદાવરી નદીના ઉત્તર કિનારે આવેલું છે. અગાઉ આ વર્ષે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તે સમયે પણ ત્યાં કોઈ નુકસાન થયું ન હતું.
આ પણ વાંચો – હવા નીકળી ગઈ! બોલિવૂડના ભાઈજાનને હત્યાની ધમકી આપનાર શખ્સે માફી માગી