કર્ણાટકના એક મંદિરને કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આ દાન અહીં આવતા ભક્તો દ્વારા આપવામાં આવ્યું છે. આમાં મોટી માત્રામાં રોકડ, સોનું અને ચાંદીનો સમાવેશ થાય છે. રાઘવેન્દ્ર સ્વામી મઠ કર્ણાટકના રાયચુર જિલ્લામાં છે. આ મંદિરમાં કુલ ૩,૪૮,૬૯,૬૨૧ રૂપિયા (૩ કરોડ ૪૮ લાખ ૬૯ હજાર ૬૨૧) રોકડા, ૩૨ ગ્રામ સોનું અને ૧.૨૪ કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું છે.
આ દાન છેલ્લા 30 દિવસમાં કરવામાં આવ્યા હતા
મંદિરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં રાઘવેન્દ્ર સ્વામી મઠમાં સોથી વધુ પૂજારી દાનની રકમ ગણતા જોવા મળે છે. ૧૬મી સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીની જન્મજયંતિ ઉજવવા માટે લાખો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હોવાથી છેલ્લા ૩૦ દિવસમાં મંદિરમાં આ દાન આપવામાં આવ્યું હતું.
યુકેના ભૂતપૂર્વ પીએમ ઋષિ સુનકે પણ મંદિરની મુલાકાત લીધી હતી
ગયા વર્ષે, યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ બેંગલુરુમાં રાઘવેન્દ્ર સ્વામી મઠની મુલાકાત લીધી હતી. ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને રાજ્યસભા સભ્ય સુધા મૂર્તિ તેમની પુત્રી અને જમાઈ સાથે મઠ પહોંચ્યા હતા. નારાયણ મૂર્તિનો પરિવાર મંદિરમાં આરતી કરતો જોવા મળ્યો.