National news
Delhi Metro Online Ticket : દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને હવે ટિકિટ કે ટોકન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને તાજેતરમાં જ WhatsApp દ્વારા ટ્રાવેલ ટોકન્સ અને સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવાની સુવિધા શરૂ કરી છે. Delhi Metro Online Ticket આ માટે યુઝર્સે પોતાના સ્માર્ટફોનમાં WhatsApp પર માત્ર Hi ટાઈપ કરવાનું રહેશે. જોકે, WhatsApp દ્વારા ટ્રાવેલ ટોકન્સ ખરીદવાની સુવિધા સૌપ્રથમ ગયા વર્ષે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન માટે શરૂ કરવામાં આવી હતી. હવે આ સુવિધા દિલ્હી મેટ્રોના દરેક રૂટ પર શરૂ થઈ ગઈ છે.
દિલ્હીના લોકોને ભેટ
જો તમે પણ દિલ્હી-NCRમાં રહો છો અને લાઈફલાઈન દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરો છો, તો તમારે તમારા ફોનમાંથી WhatsApp ખોલીને Hi લખવાનું રહેશે. આ પછી તમારી પાસે QR ટોકન લેવા અને સ્માર્ટ રિચાર્જ કરવાનો વિકલ્પ હશે. Delhi Metro Online Ticket
દિલ્હી મેટ્રોનું આ ઓનલાઈન ટિકિટ બુકિંગ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ માટે હશે. હાલમાં આ ફીચર હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ માટે યુઝર્સે તેમના WhatsApp દ્વારા DMRC ટિકિટ બુકિંગ નંબર +91 9650855800 પર Hi મોકલવાનું રહેશે.
Delhi Metro Online Ticket
આ રીતે બુક કરો ટિકિટ/રિચાર્જ સ્માર્ટ કાર્ડ
- સૌથી પહેલા તમારે WhatsApp એપ પર જઈને DMRC બુકિંગ નંબર +91 9650855800 પર Hi લખવાનું રહેશે.
- હવે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનનો ચેટબોટ તમને તમારી પસંદગીની ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપશે.
- આ પછી તમારી પાસે QR કોડ સાથે ટ્રાવેલ ટોકન અથવા સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવાનો વિકલ્પ હશે.
- તમે જે પણ વિકલ્પ પસંદ કરવા માંગો છો, તેને પસંદ કરો અને આગળનાં પગલાંને અનુસરતા રહો.
- આ રીતે તમે આ WhatsApp ચેટબોટનો ઉપયોગ કરીને ટ્રાવેલ ટોકન અને સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરી શકશો.
તાજેતરમાં, DMRC એ એમેઝોન પે એપ દ્વારા QR કોડ આધારિત ટ્રાવેલ ટોકન્સ ખરીદવાની સુવિધા શરૂ કરી હતી. આમાં પણ યુઝર્સે એમેઝોન એપ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ પછી, તમારે મેટ્રો ટિકિટ વિકલ્પ પર જવું પડશે અને ટ્રાવેલ ટોકન ખરીદવું પડશે. આ માટે Amazon Pay UPI એપનો ઉપયોગ કરી શકાય છે. Delhi Metro Online Ticket