દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસને લઈને હોબાળો મચી ગયો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ પર પીડબલ્યુડીએ મુખ્યમંત્રી આતિષીનો સામાન બહાર કાઢીને તેમના નિવાસસ્થાનને સીલ કરી દીધું છે. દિલ્હી સીએમ ઓફિસ (સીએમઓ) દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દેશના ઈતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાલી કરવામાં આવ્યું છે. બીજેપીના કહેવા પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્યમંત્રીના સત્તાવાર આવાસમાંથી સીએમ આતિષીનો સામાન બળજબરીથી બહાર કાઢ્યો હતો.
દિલ્હી સીએમ ઓફિસે આરોપ લગાવ્યો છે કે એલજી તરફથી ભાજપના મોટા નેતાને સીએમ આવાસ ફાળવવાની તૈયારી ચાલી રહી છે.27 વર્ષથી દિલ્હીમાં વનવાસ ભોગવી રહેલી ભાજપ હવે સીએમ આવાસ કબજે કરવા માંગે છે. જોકે, ભાજપનું કહેવું છે કે આતિશીએ બંગલા પર ગેરકાયદેસર કબજો કર્યો છે. સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું.
આ પછી આતિષીને દિલ્હીના નવા સીએમ બનાવવામાં આવ્યા. નવા સીએમ આતિશી તાજેતરમાં 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત આ સરકારી આવાસમાં શિફ્ટ થયા હતા. જો કે હવે સીએમઓ પર પોતાનો બંગલો ખાલી કરવાનો આરોપ લાગ્યો છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ આ બંગલામાં પોતાના પરિવાર સાથે 9 વર્ષથી વધુ સમયથી રહેતા હતા.