તમિલનાડુમાં ભારે વરસાદ વચ્ચે તિરુવન્નામલાઈમાં માટી ધસી પડતાં સાત લોકો કાટમાળ નીચે ફસાયા છે. એનડીઆરએફના જવાનો હાઇડ્રોલિક લિફ્ટની મદદથી બચાવ કામગીરીમાં લાગેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદ બાદ પ્રખ્યાત અન્નામલૈયાર પહાડીના નીચલા ઢોળાવ પર સ્થિત ઘરો પર એક મોટો પથ્થર પડ્યો હતો. તેમાં લગભગ 7 લોકો ફસાયા હોવાની આશંકા છે. જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.
બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
જિલ્લા કલેક્ટર ડી ભાસ્કર પાંડિયન અને પોલીસ અધિક્ષક એમ સુધાકરે રવિવારે સાંજે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદ હોવા છતાં અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
દરમિયાન, ફાયર અને બચાવ સેવાના અધિકારીએ જણાવ્યું હતું કે પહાડીના નીચલા ઢોળાવ પર સ્થિત ઝૂંપડીઓ પર એક મોટો પથ્થર પડ્યો છે. ભારે વરસાદ વચ્ચે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મકાનોમાં 5 થી 7 લોકો ફસાયા હોવાની આશંકા છે. અંધકાર અને વરસાદના કારણે સ્પષ્ટ માહિતી મળી શકી નથી. બચાવ કાર્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો પણ ભાગ લેશે.