ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં માટીનો મોટો ઢગલો પડી ગયો હતો જેની નીચે કેટલીક મહિલાઓ દટાઈ ગઈ હતી. કાસગંજના ડીએમ મેધા રૂપમે કહ્યું, ‘9 મહિલાઓને બહાર કાઢવામાં આવી છે, જેમાંથી 4ને જિલ્લા હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી છે. બાકીના ઘાયલ છે. મહિલાઓ પોતાના ઘર માટે માટી લેવા આવી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના શબ્દો કઠોર બન્યા છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન પહેલા તમામ પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે સોલાપુર અને સાંજે પુણેમાં ચૂંટણી રેલીઓ કરશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ મહારાષ્ટ્રમાં ત્રણ રેલી કરવાના છે. તેઓ અમરાવતી, અકોલા અને નાગપુરમાં ચૂંટણી જાહેર સભાઓ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઝારખંડમાં સવારે બે જાહેરસભાઓ કર્યા બાદ સાંજ સુધીમાં મુંબઈ પહોંચી જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની પણ ઝારખંડમાં બે રેલીઓ પ્રસ્તાવિત છે. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થવાનું છે. બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવશે.