National News
Loksabha Election : લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાના એક મહિનાથી વધુ સમય બાદ ભાજપના સાંસદ કૃપાનાથ મલ્લાહ વિરુદ્ધ ચૂંટણી અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે આસામની કરીમગંજ લોકસભા સીટથી કોંગ્રેસના તેમના પ્રતિસ્પર્ધી વરિષ્ઠ વકીલ હાફિઝ રાશિદ અહેમદે ગુહાટી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલામાં ગૌહાટી હાઈકોર્ટે સોમવારે ભાજપના સાંસદ કૃપાનાથ મલ્લાહને સમન્સ જારી કર્યું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કૃપાનાથ મલ્લાહે હાફિઝ રાશિદ અહેમદને લગભગ 18 હજાર મતોથી હરાવ્યા હતા. Loksabha Election
જસ્ટિસ સંજય કુમાર મેધીએ આસામના કરીમગંજ સંસદીય મતવિસ્તારમાંથી 2024ની સામાન્ય ચૂંટણી જીતવા માટે કૃપાનાથ મલ્લાહે ભ્રષ્ટાચારનો આશરો લીધો હોવાનો આક્ષેપ કરતી અરજી પર સમન્સ જારી કર્યું છે. પોતાની અરજીમાં રાશિદ અહેમદે આરોપ લગાવ્યો છે કે કૃપાનાથ મલ્લાહે ચૂંટણી પ્રચાર દરમિયાન અને ચૂંટણીના દિવસે પણ ઘણી ખોટી પદ્ધતિઓનો આશરો લીધો હતો. અરજી અનુસાર, મલ્લાહ હેરાફેરી અને બૂથ કેપ્ચરિંગમાં સામેલ હતો. એવો પણ આરોપ છે કે તેણે મતદારોને ડરાવી-ધમકાવીને પ્રભાવિત કર્યા હતા અને તેમને મત આપવા માટે લાંચ પણ આપી હતી. 47 મતદાન મથકો પર બૂથ કેપ્ચરિંગનો ઉલ્લેખ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી એજન્ટ તેમજ ચૂંટણી પંચને ઘણી ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ચૌધરીએ મતદાન પ્રક્રિયા દરમિયાન ગોટાળાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું કે 11,36,538 મત પડ્યા હતા જ્યારે પોસ્ટલ બેલેટ ઉમેર્યા બાદ કુલ 11,43,796 મત પડ્યા હતા. જોકે, મતગણતરી તારીખે કુલ 11,47,607 મતો પડ્યા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે 3,811 મત વધારાના હતા. કોર્ટ આ કેસની વધુ સુનાવણી 19 ઓગસ્ટે કરશે. Loksabha Election
NEET UG Counseling : NEET UG માટે કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે, કયા દસ્તાવેજોની જરૂર પડશે?