ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હીમાં શાનદાર જીત તરફ આગળ વધી રહી છે. ૨૭ વર્ષ પછી, તે દિલ્હીમાં સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે, તે 70 માંથી 45 બેઠકો પર આગળ છે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી હોય તેવું લાગે છે. આ બધા વચ્ચે, ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) એ એક ખુલાસો કર્યો છે.
BJYM એ ટ્વિટ કર્યું, ‘સૂત્રો કહે છે કે ભગવંત માન સાહેબે કેજરીવાલનો ફોન નંબર બ્લોક કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ભગવંત માન ત્યાંના મુખ્યમંત્રી છે. આમ આદમી પાર્ટીના વિરોધીઓનો દાવો છે કે દિલ્હીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વળી શકે છે અને ભગવંત માન પાસેથી ખુરશી છીનવી શકે છે.