Assam Flood: ઉત્તરપૂર્વમાં હવામાન તબાહી મચાવી રહ્યું છે. આસામના કામરૂપ (મેટ્રો) જિલ્લામાં બ્રહ્મપુત્રા, દિગારુ અને કોલોંગ નદીઓમાં ભારે વરસાદને કારણે 29 જિલ્લાઓમાં 16.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
સીએમ લેશે સ્ટોક
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ગુરુવારે ગુવાહાટી મેટ્રોપોલિટન રિજનના માલીગાંવ, પાંડુ પોર્ટ અને મંદિર ઘાટ વિસ્તારોમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે.
સરમાએ બુધવારે મોડી રાત્રે તમામ જિલ્લા કમિશનરો સાથે પૂરની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે તમામ પુનર્વસન દાવાઓને ધોરણો મુજબ 15 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરવા અને મુખ્યાલયને સચોટ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો.