Blast in Andhra Pradesh
Andhra Pradesh:આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે, જેના કારણે ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અચ્યુતાપુરમના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં બની હતી. Andhra Pradesh, Andhra Pradesh chemical factory blast,
બુધવારે ફેક્ટરીના રિએક્ટરમાં અચાનક થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અનાકપલ્લે એસપી દીપિકાને ટાંકીને કહ્યું કે, અચ્યુતાપુરમ સેઝની એક કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટની ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. , ankapalli chemical factory blast
Andhra Pradesh
ગૃહમંત્રીએ સૂચના આપી
અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને એસપીને વિસ્ફોટની જગ્યાની મુલાકાત લેવા અને ઘાયલ કામદારોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.