ઉત્તર પ્રદેશની અલીગઢ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે ચારેય અલીગઢના ટપ્પલ અને જટ્ટારી નજીક રહેતા હતા. જ્યારે પોલીસે માહિતીના આધારે દરોડો પાડ્યો ત્યારે ચારેય ઝડપાઈ ગયા. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
थाना टप्पल पुलिस टीम ने अवैध रूप से निवास कर रहे चार बांग्लादेशी नागरिकों को फर्जी आधार कार्ड एवं 03 मोबाइल फोन सहित किया गिरफ्तार ।
"अवैध रूप से निवास कर रहे चार बांग्लादेशी नागरिकों की गिरफ्तारी के सम्बन्ध में #SPRA की बाइट.." pic.twitter.com/bKaRlBYaW7
— ALIGARH POLICE (@aligarhpolice) March 10, 2025
પોલીસે જણાવ્યું કે ચારેય જણા સરહદ પાર કરીને અલગ અલગ સ્થળોએથી થઈને અલીગઢ પહોંચ્યા અને ટપ્પલ નજીક રહેવા લાગ્યા. ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી. પોલીસ ટીમે નાગરિકો પાસેથી નકલી આધાર કાર્ડ અને 03 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચારેય સામે કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.