Akasa Air flight bomb Threat : અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચારે હલચલ મચાવી દીધી છે. માહિતી મળતાની સાથે જ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ QP 1719ને એલર્ટ કરવામાં આવી હતી. આ પછી પ્લેનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું.
વિમાનમાં 186 મુસાફરો સવાર હતા
તમને જણાવી દઈએ કે વિમાનમાં 186 મુસાફરો, 1 બાળક અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. કેપ્ટને તમામ જરૂરી ઈમરજન્સી પ્રક્રિયાઓનું પાલન કરીને 10.13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે.