National News
Air India: એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સાન ફ્રાન્સિસ્કોની તમારી મુસાફરી દરમિયાન તમને થયેલી અસુવિધા માટે કૃપા કરીને અમારી નિષ્ઠાપૂર્વક માફી સ્વીકારો. અમે સંપૂર્ણપણે સમજીએ છીએ કે છેલ્લા 24 કલાક મુશ્કેલ રહ્યા છે અને આ સમય દરમિયાન તમારી ધીરજ માટે અમે તમારા આભારી છીએ. તમારી સલામતી હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે અને અમારા પાઈલટોએ રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ [KJA] પર સાવચેતીભર્યું ઉતરાણ કરવાનું નક્કી કર્યું.
‘એર ઈન્ડિયા આવા પ્રવાસના અનુભવ પર ખેદ વ્યક્ત કરે છે’
Air India એરલાઈને એમ પણ કહ્યું કે તેમની પ્રાથમિકતા મુસાફરોને વહેલી તકે સાન ફ્રાન્સિસ્કો પહોંચાડવાની હતી અને આ માટે તેઓએ સંબંધિત અધિકારીઓના સહયોગમાં રાહત ફ્લાઈટ મોકલી હતી. એર ઈન્ડિયાના પત્રમાં લખ્યું હતું કે, “જો કે અમે તમને જે અનુભવનો સામનો કરવો પડ્યો હતો તે ભૂંસી શકતા નથી, પરંતુ અમારું અફસોસ વ્યક્ત કરવા માટે, અમે તમારી મુસાફરીનું સંપૂર્ણ ભાડું પરત કરીશું અને તમને એર ઈન્ડિયા પર ભાવિ મુસાફરી માટે વળતર આપીશું.” Air India
Air India
ટેકનિકલ ખામી સર્જાતા પ્લેન રશિયામાં લેન્ડ થયું હતું
Air India તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટ નવી દિલ્હીથી ઉડાન ભર્યાના લગભગ 30 કલાક બાદ ટેકનિકલ કારણોસર રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાઈવર્ટ થયા બાદ અમેરિકન શહેરના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી. નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઈટ AI-183ને 18 જુલાઈના રોજ ટેકનિકલ કારણોસર રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા પાસે ક્રાસ્નોયાર્સ્કમાં સ્ટાફ નથી
Air India શનિવારે તેના છેલ્લા અપડેટમાં, એર ઈન્ડિયાએ જાહેરાત કરી કે ફ્લાઇટ, જે હવે AI 1179 તરીકે અપડેટ કરવામાં આવી છે, તે સાન ફ્રાન્સિસ્કોમાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. મુસાફરો અને ક્રૂને નીચે ઉતારવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. એર ઈન્ડિયા પાસે ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાનો સ્ટાફ ન હોવાથી, તેઓએ મુસાફરોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે થર્ડ પાર્ટી સપોર્ટની વ્યવસ્થા કરી.