Delhi Rain : દિલ્હી-એનસીઆરમાં શુક્રવાર સવારથી સતત વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. આખી રાજધાની પાણીમાં ડૂબતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોસમના પ્રથમ ભારે વરસાદ બાદ લોકો રસ્તા પર હોડીઓ ચલાવતા પણ જોવા મળ્યા હતા. બીજેપી કાઉન્સિલર રવિન્દર સિંહ નેગીએ દિલ્હી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ રૂપે ગંભીર પાણી ભરાઈ જવાની વચ્ચે ફ્લેટેબલ બોટ તરતી હતી, જેનો વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ NH9 વિસ્તારનો વીડિયો હોવાનું કહેવાય છે.
બીજેપી કાઉન્સિલર રવિન્દર સિંહ નેગીએ કહ્યું કે પીડબલ્યુડીના તમામ ગટર ઓવરફ્લો થઈ રહ્યા છે. ચોમાસા પહેલા તેમની સફાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે પાણીનો ભરાવો થયો છે. વિનોદ નગર સંપૂર્ણપણે છલકાઈ ગયું છે.
દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ સર્વત્ર પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક વાહનો થંભી ગયા છે. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.
યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી-એક્ઝિટ બંધ
#WATCH | Delhi: BJP Councillor Ravinder Singh Negi rows an inflatable boat amid severe waterlogging as a symbolic protest against Delhi Government. Visuals from NH9 area.
He says, "…All PWD drains are overflowing. They didn't get it cleaned ahead of Monsoon. This has led to… pic.twitter.com/eUMivjGYsR
— ANI (@ANI) June 28, 2024
દિલ્હીમાં ભારે વરસાદને કારણે યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવામાં આવી હતી. દિલ્હી એરોસિટી મેટ્રો સ્ટેશનથી IGI T-1 સુધીની શટલ સેવા સ્થગિત કરવામાં આવી હતી.