Ahmedabad News : હાલ સમગ્ર રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ સ્કૂલોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને પગલે જીલ્લા પ્રાથમિક સંગઠન અને અન્ય જીલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવતા નવસારી જીલ્લાની શાળાઓનો સમય સવારે 7 થી 12 વાગ્યાનો કરવાની સૂચના આપવામાં આવી છે.
હિટવેવનો બાળકો ભોગ ન બને તે માટે લેવાયો નિર્ણય
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 6 દિવસથી નવસારી પંથકમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે હિટવેવનો ભોગ બાળકો ન બને તે માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી દિલ્હી દ્વારા તકેદારીનાં ભાગ રૂપે શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
સ્કૂલોનો સમય સવારે 7 થી 12 વાગ્યાનો રાખવા સૂચના
જે અનુસંધાને ગુજરાતમાં હિટવેવ એક્શન પ્લાન 2024 ને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્યનાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સ્કૂલનો સમય સવારે 7 થી 12 વાગ્યા સુધી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થનાર છે. તેમજ અન્ય સ્કૂલોમાં નવો અભ્યાસક્રમ ચાલુ થનાર છે. તેમજ વેકેશનનો પરિપત્ર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.