ઈન્ડિગોની ફ્લાઈટમાં કેબિનમાં સામાન રાખવાને લઈને બે મુસાફરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, બંને મુસાફરો અન્ય લોકોની સામે બૂમો પાડતા અને એકબીજાને ધમકાવતા જોઈ શકાય છે. લાંબી જહેમત બાદ કેબિન ક્રૂ અને અન્ય મુસાફરોએ મામલો શાંત પાડ્યો હતો.
આ ચોંકાવનારી ઘટના 13 સપ્ટેમ્બરે ગુવાહાટીથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બની હતી. વાયરલ થયેલી ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે મુસાફરો વચ્ચે ઝઘડો થાય છે અને પછી થોડી જ વારમાં બંને એકબીજા પર ધમકીઓનો વરસાદ વરસાવે છે. ફ્લાઇટના ક્રૂ મેમ્બરે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવો પડ્યો હતો. જો કે આ પછી પણ મુસાફરો બૂમો પાડતા રહ્યા અને એકબીજાને ધમકીઓ આપતા રહ્યા.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે લડાઈમાં સામેલ એક મુસાફરને એમ કહેતા સાંભળી શકો છો કે, તે મારી સાથે કેવી રીતે તોછડાઈથી વાત કરી રહ્યો છે. શું તમે સોરી કહીને ઉપકાર કરી રહ્યા છો? આ બીજો વ્યક્તિ ધમકીભર્યા સ્વરમાં કહે છે, કોઈ દિલ્હી નહીં પહોંચે. વીડિયોમાં અન્ય એક મહિલા મુસાફર બંને પુરુષોને લડાઈ બંધ કરીને બેસી જવાની વિનંતી કરતી જોઈ શકાય છે. આ મહિલા ઝઘડો કરી રહેલા બે મુસાફરો પૈકી એકના પરિવારની હોવાનું જણાય છે. મહિલા અન્ય મુસાફરની માફી માંગતી પણ જોઈ શકાય છે.
અહીં વિડિયો જુઓ
गुवाहाटी से दिल्ली जा रही इंडिगो की फ्लाइट में दो यात्रियों के बीच हाथापाई हो गई। बताया जा रहा है कि यह हाथ के सामान के लिए केबिन में जगह साझा करने को लेकर हुआ विवाद था।#Indigo pic.twitter.com/RqUSSM0Cs5
— Yashpal Singh Sengar यशपाल सिंह सेंगर (@YASHPALSINGH11) September 16, 2024
જણાવવામાં આવી રહ્યું છે કે, તેના પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની સામે બેઠેલા મુસાફર સાથે ઝઘડો થયો ત્યારે વિવાદ શરૂ થયો. પછી મામલો એટલો વધી ગયો કે વ્યક્તિના પરિવાર અને કેબિન ક્રૂએ દરમિયાનગીરી કરવી પડી. પરંતુ આ પછી પણ બંને યાત્રીઓ એકબીજાને મારવાનું અને ધમકીઓ આપતા રહે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે દિલ્હી મેટ્રો જેવો ડ્રામા હવે પ્લેનમાં પણ શરૂ થઈ ગયો છે.