દુનિયાભરમાં ચોરીની અનેક ઘટનાઓ બની છે. કેટલીક ઘટનાઓ ચોરીની પદ્ધતિને લઈને અને કેટલીક ચોરીના સામાનને લઈને સમાચારમાં રહે છે. હવે વધુ એક ચોંકાવનારી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. એક, બે, દસ, સો નહીં પણ 22 હજાર કિલો ચીઝની ચોરી થઈ, તે પણ બધાની સામે.
લંડનમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. નીલની યાર્ડ ડેરીમાંથી ચોરો કુલ 22 ટન ચીઝની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ચોરીની પદ્ધતિ. ચોરોએ ન તો કોઈ લૂંટ કરી કે ન તો કોઈ પ્રકારની લડાઈ તેઓ સરળતાથી ચીઝ લઈને ભાગી ગયા.
કેવા પ્રકારની ચોરી?
જે રીતે ચોરી થઈ તે અંગે સૌ કોઈને નવાઈ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચોર વેપારી હોવાનું બતાવીને દુકાનમાં પહોંચ્યા અને ડીલરશીપ લેવાનું વચન આપીને ચીઝ ઉપાડી ગયા અને તક મળતા જ તેઓ ભાગી ગયા. એવું નોંધવામાં આવ્યું હતું કે પ્રીમિયમ ચેડરના 950 બોક્સ ચોરાઈ ગયા હતા, જેની કિંમત આશરે £300,000 (અથવા રૂ. 3 કરોડથી વધુ) હોવાનું કહેવાય છે.
પોલીસે શું કહ્યું?
મેટ્રોપોલિટન પોલીસે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ ડેરીમાં ચોરીની ઘટનાની તપાસ કરી રહ્યા છે. 21મી ઓક્ટોબરે અમને સાઉથવાર્કમાં ચીઝની મોટી ચોરીનો અહેવાલ મળ્યો હતો. ઘટનાના ઘણા દિવસો બાદ પણ પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસે ચોરો વિશે કોઈ સુરાગ નથી, તેથી તેમને પકડવામાં વિલંબ થઈ રહ્યો છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ચોરાયેલ ચેડર માત્ર કોઈ સામાન્ય ચીઝ નહોતું પરંતુ તેને એવોર્ડ પણ મળ્યો છે. આ પ્રકારની ચીઝ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી હતી અને તેની કિંમત વધુ હતી. માલિક કહે છે કે અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે પોલીસ ચોરોને બજારમાં પનીર વેચે તે પહેલા પકડી લે.