Travel Tips 2024
Haunted Places: ભારતની રાજધાની દિલ્હીમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. અહીં એવી ઘણી જગ્યાઓ છે, જે ડરામણા રહસ્યોથી ભરેલી છે. જો તમે નીડર અને હિંમતવાન છો, તો તમે આ સ્થળોની મુલાકાત લઈને તમારી હિંમત અજમાવી શકો છો.દિલ્હીના દક્ષિણમાં એક ડરામણો કિલ્લો છે, જેનું નામ માલચા મહેલ છે. આ મહેલમાં એક રાજકુમારીએ આત્મહત્યા કરી લીધી હતી, જે પછી તે ખંડેર હાલતમાં પડેલો છે.
દિલ્હી કેન્ટોન્મેન્ટ સૌથી ભયાનક સ્થળોમાંથી એક છે. મળતી માહિતી મુજબ, અલૌકિક શક્તિઓના કારણે અહીં ઘણી ઘટનાઓ બની હતી. લોકોનું માનવું છે કે અહીં સફેદ સાડી પહેરેલી મહિલા રહે છે. જો કે, આ માત્ર અફવાઓ છે.
Haunted Places
દિલ્હીનો ખૂની દરવાજા પણ સૌથી ડરામણા સ્થળોમાંથી એક છે. Haunted Places મળતી માહિતી મુજબ અહીંથી લોકોની ચીસો અને રડવાનો અવાજ આવે છે. અહીં ત્રણ રાજકુમારીઓને મારી નાખવામાં આવી હતી.
દિલ્હીના સેન્ટ્રલ રિઝર્વ ફોરેસ્ટમાં એક ઈમારત છે, જેનું નામ ભુલી ભટિયારી પેલેસ છે. મળતી માહિતી મુજબ અહીં ભટિયારી જ્ઞાતિની એક મહિલાનું મોત થયું હતું.
દિલ્હીમાં હાજર ફિરોઝ શાહ કોટલા કિલ્લો એક ડરામણી જગ્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે અહીં મીણબત્તીઓ સળગતી જોવા મળે છે.
Travel News: ચોમાસામાં કાશ્મીરનો નજારો હોઈ છે કંઈક અલગ જ, ઓગસ્ટમાં જરૂર એકવાર મુલાકાત લો