OnePlus Nord CE4 OnePlus નો નવો સ્માર્ટફોન OnePlus Nord CE4 Lite 5G આજે સાંજે 7 વાગ્યે લોન્ચ થવાનો છે. પરંતુ તેના લોન્ચિંગ પહેલા જ, Nord CE4 Lite 5G ની તમામ વિગતો લીક થઈ ગઈ છે. જેમાં ફોનની કિંમત કેટલી હશે, કેટલી રેમ હશે, ક્યા કલરમાં આવશે. અત્યાર સુધી લીક થયેલી માહિતી અનુસાર, Nord CE4 Lite 5G ના 8GB + 128GB મૉડલની કિંમત અંદાજે 19,000 રૂપિયા અને 8GB + 256GB મૉડલની કિંમત લગભગ 23,000 રૂપિયા હોવાનો અંદાજ છે. હાલમાં આ સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત માટે સાંજ સુધી રાહ જોવી પડશે, તે તો સાંજે 7 વાગ્યે લોન્ચ થયા બાદ જ ખબર પડશે.
ફોનની વિગતો લીક
જો આપણે તેના પ્રોસેસર વિશે વાત કરીએ તો, લીક થયેલા અહેવાલો અનુસાર, Nord CE4 Lite 5Gમાં Qualcomm Snapdragon 695 SoC આપવામાં આવ્યું છે. આ પહેલા OnePlus પણ Nord CE3 Lite 5G ઓફર કરી ચૂક્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 14 પર આધારિત Oxygen OS 14 આપવાની વાત છે. ફોનમાં બે એન્ડ્રોઇડ અપડેટ્સ અને ત્રણ વર્ષની સુરક્ષા અપડેટ્સ મળી શકે છે. AI ફીચર્સ વિશે વાત કરીએ તો, યુઝર્સ ફોટો એડિટ કરવા માટે AI સ્માર્ટ કટઆઉટ જેવા ઘણા એડવાન્સ AI ફીચર્સ મેળવી શકે છે. આ સિવાય જો કલર વિશે વાત કરીએ તો આ ફોન બ્લુ અને સિલ્વર કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે.
ફોન બેટરી બેકઅપ
OnePlus Nord CE4 Lite 5G ની બેટરી વિશે, કંપનીએ પહેલેથી જ જાહેર કર્યું છે કે વપરાશકર્તાઓને CE3 Lite 5G માં 80W SUPERVOOC ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 5,500mAh બેટરી મળશે.
OnePlus Nord CE4 Lite 5G કેમેરા
જો કેમેરા વિશે વાત કરીએ તો, પ્રાપ્ત માહિતી અનુસાર, કંપની ફોનમાં 50 મેગાપિક્સલનો Sony LYTIA પ્રાઇમરી સેન્સર આપશે. સેલ્ફી પ્રેમીઓ માટે, કંપની ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો કેમેરો આપશે. હાલમાં, સેકન્ડરી સેન્સર વિશે કોઈ માહિતી બહાર આવી નથી. આ માટે આપણે ફોનના લોન્ચ સુધી રાહ જોવી પડશે.