Amazon Fire TV Stick 4K : Amazon Fire TV Stick 4K ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે. નવી એમેઝોન ફાયર ટીવી સ્ટિકને પાછલી પેઢીની સરખામણીમાં ઘણા અપગ્રેડ સાથે રજૂ કરવામાં આવી છે. ફાયર ટીવી સ્ટિક 4K ના રિમોટમાં Amazon Prime, Amazon Music તેમજ Netflix માટે સમર્પિત બટન છે. આ સાથે રિમોટમાં એપ્સ માટે અલગ બટન પણ આપવામાં આવ્યું છે. ટેક જાયન્ટે વર્ષ 2022માં પ્રથમ ફાયર સ્ટીક રજૂ કરી હતી.
Amazon Fire TV Stick 4K ની કિંમત
Amazon Fire TV Stick 4K ભારતમાં 5,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તે મેટ બ્લેક કલર ઓપ્શનમાં આવે છે. એમેઝોન પર આ સ્ટ્રીમિંગ ડિવાઇસના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર તેનું વેચાણ 13 મેથી શરૂ થશે. એમેઝોનની સાથે, તે ઑફલાઇન સ્ટોર્સ ક્રોમા, રિલાયન્સ ડિજિટલ અને વિજય સેલ્સ પરથી પણ ખરીદી શકાય છે.
Amazon Fire TV Stick 4K ની વિશેષતાઓ
Amazon Fire TV Stick 4K નું નામ જ સૂચવે છે કે તે 4K અલ્ટ્રા HD કન્ટેન્ટને સ્ટ્રીમ કરવાની મંજૂરી આપે છે, જે HDR10+ ને સપોર્ટ કરે છે. તેની સાથે આ ડિવાઈસ ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ ઓડિયો સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ તેનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ સ્ટ્રીમિંગ ડિવાઇસ છે.
નવીનતમ ફાયર ટીવી સ્ટિક 4K માં 1.7GHz ક્વાડ-કોર પ્રોસેસર છે. આ ઉપરાંત, કનેક્ટિવિટી માટે, તેમાં Wi-Fi 6 સાથે 2.4GHz અને 5GHz Wi-Fi બેન્ડ માટે સપોર્ટ છે. આ સ્ટ્રીમિંગ ડિવાઇસ એલેક્સા વોઇસ રિમોટ સપોર્ટ સાથે આવે છે. આ સાથે, તેને એલેક્સા એપ્લિકેશન દ્વારા અન્ય ઇકો ઉપકરણો સાથે કનેક્ટ કરી શકાય છે.
એમેઝોનનું આ ઉપકરણ લો પાવર મોડને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે એનર્જી બચાવવા માટે તે નિષ્ક્રિય હોય ત્યારે સ્લીપ અથવા સ્ટેન્ડબાય મોડમાં જાય છે.
ફાયર ટીવી સ્ટિક 4K એમેઝોન એપ સ્ટોરમાંથી 12,000 એપ્સને સપોર્ટ કરે છે. આ એપ્સમાં Disney+ Hotstar, Zee5 અને Jio Cinema જેવી લોકપ્રિય એપ્સ પણ સામેલ છે. આ સાથે, આ સ્ટ્રીમિંગ ડિવાઇસ Amazon MiniTV, YouTube અને MX Player જેવી એપ્સને પણ સપોર્ટ કરે છે.