WTC Final Scenario: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે મંગળવારે ઈંગ્લેન્ડને 423 રનથી હરાવીને ફાસ્ટ બોલર ટિમ સાઉથીને યાદગાર વિદાય આપી. જો કે, ટીમના આ વિજયની શ્રેણી પર કોઈ અસર થઈ ન હતી, જ્યાં યજમાન ટીમ 1-2ના અંતરથી શ્રેણી હારી ગઈ હતી. ન્યૂઝીલેન્ડ સામે 658 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ મેચના ચોથા દિવસે લંચ બાદ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
ટીમ પહેલેથી જ WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડની જેમ ઇંગ્લેન્ડ પણ ફાઇનલમાં પહોંચી શકશે નહીં. ટીમે વર્તમાન WTC ચક્રમાં 22 મેચ રમી હતી, જેમાંથી ટીમ 10 મેચ હારી હતી. કીવી ટીમની આ જીતથી ભારતની સ્થિતિ પર કોઈ ખતરો નથી અને પહેલાની જેમ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. અહીં દક્ષિણ આફ્રિકાની ટીમ 63.33 જીતની ટકાવારી સાથે ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે.