ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી ફરી એકવાર ચર્ચામાં છે. કાંબલી પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. દરમિયાન, તાજેતરમાં કાંબલી અને તેના ચાહકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે.
ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિનોદ કાંબલીને આપેલું વચન પૂરું કર્યું છે. એક અહેવાલ મુજબ, સુનીલ ગાવસ્કર તેમના CHAMPS ફાઉન્ડેશન દ્વારા વિનોદ કાંબલીને દર મહિને 30,000 રૂપિયા આપશે. આ ઉપરાંત, તેમને વાર્ષિક 30 હજાર રૂપિયાની તબીબી સહાય પણ મળશે.
સુનીલ ગાવસ્કરે વિનોદ કાંબલીને આપેલું વચન પાળ્યું
ખરેખર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ગાવસ્કર ચામ્સ ફાઉન્ડેશન દ્વારા કાંબલીને દર મહિને 30 હજાર રૂપિયા આપશે. આ ઉપરાંત, કાંબલીને માસિક રકમ તેમજ વાર્ષિક 30,000 રૂપિયાની તબીબી સહાય આપવામાં આવશે. એટલે કે કાંબલીને વાર્ષિક 3 લાખ 60 હજાર રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે ગાવસ્કર અને કાંબલી જાન્યુઆરીમાં વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે પણ એકબીજાને મળ્યા હતા.
આ વર્ષે જાન્યુઆરીમાં, કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટે ખુલાસો કર્યો હતો કે તેણે 2023 માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ તેના પતિની સ્થિતિ જોઈને, તેણે આ નિર્ણય પાછો ખેંચવાનું યોગ્ય માન્યું. એન્ડ્રીયાએ કહ્યું કે તેણે પહેલા જ કાંબલીને છોડવાનું વિચાર્યું હતું. પરંતુ તેને સતત પોતાના સ્વાસ્થ્યની ચિંતા રહેવા લાગી.