આ દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. શ્રેણીની અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પાછળ જોવા મળી રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ હવે ભારતીય ટીમ પર WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. ઘણા અહેવાલો એવા પણ સામે આવી રહ્યા છે કે આ શ્રેણી પછી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રોહિત બાદ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ માટે ત્રણ ખેલાડીઓને દાવેદાર માનવામાં આવે છે.
1. જસપ્રીત બુમરાહ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આગામી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. રોહિતની ગેરહાજરીમાં બુમરાહ પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત હાંસલ કરી હતી. બુમરાહની કેપ્ટનશીપથી દરેક લોકો પ્રભાવિત થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં પણ બુમરાહ માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે.
2. શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના યુવા જમણા હાથના બેટ્સમેન શુભમન ગિલને આગામી કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. તે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયા પણ જીતી હતી. આ સિવાય ગિલ રોહિતની આગેવાનીમાં ઘણી વખત ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે. શ્રીલંકા સાથે રમાયેલી ODI અને T20 શ્રેણી માટે ગિલને ટીમ ઈન્ડિયાનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
3. કેએલ રાહુલ
કેએલ રાહુલમાં કેપ્ટનશીપના ઉત્તમ ગુણો છે. જો રોહિત નિવૃત્તિ લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટિંગની સ્થિતિ પણ લગભગ નક્કી થઈ જશે. વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં રાહુલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કમાન મળી હતી. તે સમયે વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો હતો.